आर्थिक

Blog single photo

પ્રવાસ અને પર્યટન ક્ષેત્રે રોજગારની ઘણી સંભાવના - નીતિન ગડકરી

01/03/2021

નાગપુર, નવી દિલ્હી, 01 માર્ચ ( હિ.સ.)     કોરોના ફાટી નીકળવાના કારણે, દેશના તમામ ક્ષેત્રોમાં તેની વિપરીત અસર જોવા મળી છે. તમામ ઉદ્યોગોને તેની  માઠી અસર પહોંચી છે. તેની અસર દેશની અર્થવ્યવસ્થા પર પણ પડી. તેમ છતાં, કેન્દ્ર સરકારે આ ક્ષેત્રને રાહત આપવાનો નિર્ણય કર્યો. પ્રવાસ, પર્યટન અને આતિથ્ય માટેના ક્ષેત્રોમાં રોજગારીની ઘણી સંભાવનાઓ છે. કેન્દ્રીય ધોરીમાર્ગ, પરિવહન અને એમએસએમઇ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે, 'આ એક વિશાળ રોજગાર પેદા કરતુ ક્ષેત્ર છે.' આ વાત  તેઓ એફઆઈસીસીના અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે  કહી હતી.

આ પ્રસંગે ગડકરીએ કહ્યું કે, 'કોવિડે ભારતીય અને વિદેશી પ્રવાસીઓ અને મુસાફરોના વાહનો ઉપર સકારાત્મક અસર કરી નથી. તે જ સમયે, દેશને સકારાત્મકતા અને આત્મવિશ્વાસની જરૂર છે. સમાજને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સરકાર આર્થિક મુશ્કેલીઓમાંથી પણ પસાર થઈ રહી હતી. હવે નિવારક રસી વિકસાવવામાં આવી છે, અને આશા છે કે, છ મહિનાથી એક વર્ષમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. આ ક્ષેત્રમાં વિકાસની ઘણી સંભાવનાઓ છે.' નોકરીની સંભાવનાઓ વિષે વાત કરતા ગડકરીએ કહ્યું કે, 'આપણે નવી તકનીક અને સંશોધનનો ઉપયોગ કરીને, આગળ વધવું પડશે. પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક વાહનો સામે આવ્યા છે. વળી, નેશનલ હાઈવે ઓથોરિટી હવે ચારધામ રોડ બનાવી રહી છે. અમે આ રસ્તાઓ સાથે નવી હોટલ અને રેસ્ટોરન્ટ શરૂ કરવાનુ વિચારી રહ્યા છીએ. સ્માર્ટ, ગામડાઓ રસ્તાના બંને બાજુ બનાવવાના પણ પ્રયાસો તહી રહ્યા છે. તેનાથી ઘણી બધી રોજગારી ઉભી થશે.' 

તેમણે એમ પણ કહ્યું કે, 'આ ક્ષેત્ર આત્મનિર્ભર ભારતની કલ્પનામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. કારણ કે તેનાથી વધુ રોજગારી  ઊભી થશે. નાગપુરમાં બ્રોડગેજ મેટ્રો શરૂ કરીશુ.' તેમ જણાવી ગડકરીએ જણાવ્યું હતું. ' મેટ્રો નાગપુરની આજુબાજુમાં લગભગ 250 કિલોમીટરની ત્રિજ્યામાં મુંબઇ-કલકત્તા-ચેન્નાઈ રૂટ પર દોડશે. આ મેટ્રો પણ ઉદ્યમીઓ ચલાવશે, જેનાથી ઘણી નોકરીઓ ઊભી થશે. વિદેશી રોકાણકારો પણ આપણા દેશમાં રોકાણ કરવા તૈયાર છે. જો તેમને વિશ્વસનીયતા મળે તો તેઓ આકર્ષિત થશે. દેશના દરેક ક્ષેત્રમાં રોકાણની વિશાળ અવકાશ છે.' ગડકરીએ એમ પણ ધ્યાન દોર્યું કે, નવીનતા, નવુ સંશોધન, નવી ટેકનોલોજીનો દરેક ક્ષેત્રમાં ઉપયોગ થવો જોઇએ.
 
હિન્દુસ્થાન સમાચાર / મનીષ કુલકર્ણી / માધવી 


 
Top