खेल

Blog single photo

આર્જેન્ટિનાના સ્ટાર ટેનિસ ખેલાડી જુઆન માર્ટિન ડેલ પોટ્રોની, ચોથી વખત ઘૂંટણની સર્જરી કરાવશે

23/03/2021

બ્યુનસ આયર્સ, નવી દિલ્હી, 23 માર્ચ ( હિ.સ.) આર્જેન્ટિનાના સ્ટાર ટેનિસ ખેલાડી જુઆન માર્ટિન ડેલ પોટ્રોની ઘૂંટણની, સર્જરી કરવામાં આવશે. પોત્રો બે વર્ષથી ઓછા સમયમાં, ચોથી વખત ઘૂંટણની સર્જરી કરાવશે. ડેલ પોટ્રોએ, સોશિયલ મીડિયા દ્વારા ઉપરોક્ત માહિતી આપી હતી.

 જૂન 2019 માં લંડનમાં ક્વીન્સ એટીપી 500 ટૂર્નામેન્ટ દરમિયાન, પોટ્રોને ઘૂંટણની ઈજા થઈ હતી. ત્યારથી તે હજી સુધી ટેનિસ કોર્ટમાં ઉતરી શક્યો નથી. 32 વર્ષીય ડેલ પોટ્રો, હાલમાં વર્લ્ડ રેન્કિંગમાં 169 મા ક્રમે છે, અને તેના ત્રણ ઓપરેશન થયા છે. ગયા વર્ષના ઓગસ્ટમાં તેનુ છેલ્લું ઓપરેશન સ્વિટ્ઝરલેન્ડમાં થયુ હતુ. 

"ડોક્ટરો જાણે છે કે, હું ફરીથી ટેનિસ રમવા માંગુ છું, અને ઓલિમ્પિકમાં પણ ભાગ લેવા માંગુ છું. તેથી અમે જલ્દીથી, શસ્ત્રક્રિયા કરવાનુ નક્કી કર્યું છે,"  એમ ડેલ પોટ્રોએ જણાવ્યુ હતુ. 

 ડેલ પોટ્રો એ 2012 લંડન ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ, અને 2016 રિયો ડી જેનેરો ઓલિમ્પિક્સમાં, રજત પદક જીત્યો હતો. 

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી 


 
Top