विदेश

Blog single photo

જાપાનમાં વધતા બર્ડ ફ્લૂને કારણે, 77,000 મરઘાં ને મારવાનો હુકમ કરવામાં આવ્યો

14/03/2021

ટોક્યો/ નવી દિલ્હી, 14 માર્ચ ( હિ.સ.)  જાપાનમાં વધતા બર્ડ ફ્લૂને કારણે, 77,000 મરઘાં ને મારવાનો હુકમ કરવામાં આવ્યો છે.  બર્ડ ફ્લૂની સૌથી વધુ અસર, ટોચીંગી પ્રાંતમાં જોવા મળી રહી છે. જ્યાં ફોર્મમાં વાયરસ ફેલાઇ રહ્યો છે. 

અહેવાલો અનુસાર, અસરગ્રસ્ત ફાર્મ ના 10 કિલોમીટર રેન્જ અંદર, ઇંડા અને મરઘાં ઉત્પાદનો નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો  હતો. ટોચીંગી પ્રાંત પહેલાં- જાપાનના ચીબી, કગવા, ફફુઓકા, હયોગો, મિયાઝાકી, હિરોશિમા, નારા, ઓઈતા, વકાયમાં, શિગા,  તોકુશિમા અને કોચી માં બર્ડ ફલૂના ફેલાઇ ચુક્યુ હતુ.

સત્તાવાર નિવેદન અનુસાર, એવિયન ઈન્ફલ્યુએન્ઝાનો નવો ફેલાવો અત્યંત જીવલેણ છે.  બર્ડ ફ્લૂને કારણે, ડિસેમ્બરમાં મોટા ભાગે, મરઘીઓ મરી ગઈ હતી. જાપાન ના 47 માંથી 17 પ્રાંત,  બર્ડ ફ્લૂના પ્રકોપથી પ્રભાવિત થયા હતા.  જાપાનમાં અત્યાર સુધીમાં  97 લાખ  સ્થાનિક પક્ષીઓ મારવામાં આવી ચૂક્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / અજીત / હિતેશ


 
Top