विदेश

Blog single photo

વિશ્વ ના સૌથી ખુશ દેશ તરીકે, ફરી એક વાર ફિનલેન્ડ ની પસંદગી

19/03/2021

હેલસિંકી/નવી દિલ્હી, 19 માર્ચ (હિ.સ.) સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ના અહેવાલમાં ફેનલેન્ડ ને કોરાના રોગચાળા બાદ પણ વિશ્વનો સૌથી ખુશ દેશ જાહેર કરવામાં આવ્યો છે. સંશોધનકારો કહે છે કે, આ તેમના માટે આશ્ચર્યજનક નથી. ફિનલેન્ડમાં, વિશ્વાસ ને હંમેશાં ઉચ્ચતમ સ્થાન આપવામાં આવ્યું છે, અને કોરોના રોગચાળાના સમયમાં, સમાન માન્યતાનો ઉપયોગ લોકોના જીવન બચાવવા માટે કરવામાં આવ્યો છે. ફિનલેન્ડ સતત ચોથી વખત વિશ્વનો સૌથી ખુશહાલ દેશ જાહેર કરવામાં આવ્યો છે.

વર્લ્ડ હેપ્પીનેસના અહેવાલ મુજબ, આ સર્વે નાગરિકોને પોતાના દેશ માં કેટલી સલામતી લાગે છે અને તેઓ કેટલા આનંદમાં રહે છે તેના આધારે કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, ફિનલેન્ડ એ 23 દેશોમાંથી એક છે જ્યાં એક મહિલા સરકારનું નેતૃત્વ કરે છે.

કોલમ્બિયા યુનિવર્સિટીના સસ્ટેનેબલ ડેવલપમેન્ટના સહ-સંપાદક જ્યોફ્રે ડી. શાશે જણાવ્યું હતું કે, રોગચાળો આપણને આપણા વૈશ્વિક પર્યાવરણીય જોખમો, સહકારની તાકીદની જરૂરિયાત અને વૈશ્વિક સ્તરે મુશ્કેલીઓ યાદ અપાવે છે. વિશ્વના સૌથી સુખી દેશોની યાદીમાં ફિનલેન્ડ ઉપરાંત ડેનમાર્ક, સ્વિટ્ઝરલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, નેધરલેન્ડ, લક્ઝમબર્ગ અને ન્યુઝીલેન્ડનો સમાવેશ છે.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / હિતેશ 


 
Top