मनोरंजन

Blog single photo

અભિષેક બચ્ચનની ફિલ્મ 'ધ બિગ બુલ' નુ, રોમાંચક ટ્રેલર રિલીઝ થયુ

19/03/2021

નવી દિલ્હી, 19 માર્ચ (હિ.સ)    અભિનેતા અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ 'ધ બિગ બુલ' નુ ટ્રેલર રિલીઝ થયુ છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચનની સાથે, ઇલિયાના ડિક્રુજ અને નિકિતા દત્તા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના અન્ય પાત્રોમાં સોહમ શાહ, રામ કપૂર અને સૌરવ શુક્લા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મની વાર્તા દલાલ હર્ષદ મહેતાના જીવન પર કેન્દ્રિત છે. 'ધ બિગ બુલ'માં અભિષેક હર્ષદ મહેતા દ્વારા પ્રેરિત, સ્ટોક વેપારી હેમંત શાહના ભૂમિકામાં જોવા મળશે. અભિષેક બચ્ચને સોશ્યલ મીડિયા પર ફિલ્મનુ ટ્રેલર શેર કર્યું છે. 

ટ્રેલરની શરૂઆત એક દમદાર  પૃષ્ઠભૂમિ સંવાદથી શરૂ થાય છે. જેમાં  એવુ કહેતા સાંભળી શકાય છે કે,- 'આ દેશમાં આપણે કંઇ પણ કરી શકીએ છીએ. નકલી પ્રમોટરો વાપરી શકીએ છીએ, લાંચ આપી શકીએ છે. મીડિયાને ધમકી આપી શકીએ છે, અને કંઈ પણ કરી શકે છે. એક જ નિયમ છે, પકડાઈ  જઈ શકવા જોઈએ નહી. 'અને આ પછી અભિષેક બચ્ચન એક ટેક્સીમાં જતા જોવા મળે છે. ફિલ્મના ટ્રેલરમાં અભિષેક બચ્ચનનો સેન્સેક્સની દુનિયા ઊચાઈએ પહોંચવાનો પ્રવાસ બતાવવામાં આવ્યો છે. ફિલ્મના ત્રણ મિનિટના ટ્રેલરમાં, ઘણા શક્તિશાળી સંવાદો છે. ટ્રેલરમાં, ઇલિયાના ડિક્રુઝ એક પત્રકાર તરીકે જોવા મળે છે. જે શેર બજારમાં થઈ રહેલા કૌભાંડની તપાસ કરે છે.

આ ફિલ્મ મુંબઈના 1987 ના સૌથી મોટા કૌભાંડની વાર્તા કહે છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના રોમાંચક ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે અભિનેતા અભિષેક બચ્ચનની ફિલ્મ, 'ધ બિગ બુલ' ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ માટે તૈયાર છે. કુકી ગુલાટી આ ફિલ્મના ડાયરેક્ટર છે. 'ધ બિગ બુલ'  ડિઝની પ્લસ હોટસ્ટાર પર, 8 એપ્રિલ 2021 ના ​​રોજ સ્ટ્રીમ થશે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા  / માધવી 


 


 
Top