भारत

Blog single photo

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભયંકર આગ લાગતા દોડધામ.

01/05/2021

ભરૂચ,01 મે (હિં.સ )   ભરૂચની પટેલ વેલફેર કોવિલ હોસ્પિટલમાં મધ્યરાત્રીએ ભીષણ આગ , 12 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 15 જીવતા ભુંજાયા ભરૂચના બાયપાસ રોડ પર આવેલ પટેલ વેલ્ફર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શુક્રવાર મોડી રાત્રે ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી . ICU સહિત હોસ્પિટલના અનેક ભાગમાં આગ પ્રસરતા અફરાતફરીની માહોલ સર્જાયો હતો . આ ઘટનામાં 12 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 15 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે . રેસ્ક્યુ ઓપરેશન પુર જોશમાં હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મૃત્યુઆંક વધવાની પુરી સંભાવના વર્તાઈ રહી છે . ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર આવેલી વેલ્ફર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી . જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિ : શુલ્ક સારવાર આપવામાં આવી રહી હતી . તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં અચાનક આગ લાગતા 12 દર્દીઓ , 2 કર્મી અને સહિત 15 લોકો બળીને ભડથું થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં છે . હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રજૂ કરી અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે .

ભરૂચ સિવિલ હોસ્પિટલ, સેવાશ્રમ હોસ્પિટલ, જંબુસર અલ મહેમુદ સહિત ભરૂચની અન્ય ખાનગી હોસ્પિટલોમા દર્દીઓને શિફ્ટ કરવાની પ્રક્રિયા પુર જોશમાં.સ્થાનિક રહીશો અને આગેવાનો તથા દર્દીઓના સંબંધીઓ ખડે પગે તંત્ર સાથે બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા.આગ લાગી ત્યારે ICU માં 27 દર્દીઓ હોવાની માહિતી.

આ દુર્ઘટનાના બનાવ બાબતે પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચની કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગની દુઃખદ ઘટનામાં મૃત્યુ પામનાર મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમના પરિજનોને સાંત્વના પાઠવી હતી.અને મૃતકોના વારસોને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર તરફથી મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અતુલ પટેલ 


 
Top