खेल

Blog single photo

ઇશાંત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ લેનાર છઠ્ઠા ભારતીય બોલર બન્યા

08/02/2021

ચેન્નાઈ/ નવી દિલ્હી, 08 ફેબ્રુઆરી ( હિ.સ.) ભારતના ઝડપી બોલર ઇશાંત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં, 300 વિકેટ લેનાર છઠ્ઠા ભારતીય બોલર બની ગયા છે. ઇશાંતે ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે, ડેનિયલ લોરેન્સને એલબીડબ્લ્યુ કરીને, આ સિધ્ધિ મેળવી હતી. 

ઇશાંત પહેલા રવિચંદ્રન અશ્વિન, અનિલ કુંબલે, હરભજન સિંઘ, કપિલ દેવ અને ઝહીર ખાને ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ ઝડપી છે. ઇશાંતે તેની 98 મી મેચમાં આ સિદ્ધિ મેળવી  હતી. 

અશ્વિને 54 ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 300 વિકેટ ઝડપી છે. અશ્વિન પછી બીજા નંબરે અનિલ કુંબલે છે, જેણે 66 મેચોમાં આ સિદ્ધિ મેળવી છે. હરભજન સિંહે 72 મેચમાં આ ઉપાધી મેળવી છે, જયારે કપિલ દેવએ 83, અને ઝહીર ખાને 89 ટેસ્ટમાં 300 વિકેટ લીધી છે. 

આ ઉપરાંત 32 વર્ષના ઇશાંતે, હવે ભારતમાં પણ પોતાના 100 ટેસ્ટ વિકેટ પૂર્ણ કરી લીધા છે. કપિલ દેવ (219), જવાગલ શ્રીનાથ (108) અને ઝહીર ખાન (104) પછી, આ સિદ્ધિ મેળવનાર  તે ચોથો ભારતીય ઝડપી બોલર છે. 

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી 


 
Top