राज्य

Blog single photo

ઇપલોડા ગામે હેલ્થ એન્ડ વેલનેસ કર્મચારીઓ ના અભાવે સેન્ટરને ખંભાતી તાળા.

09/05/2021

મોડાસા, અમદાવાદ, 09 મે (હિ.સ.) મેઘરજ તાલુકાના ઇપલોડા ગામે સાત વર્ષ અગાઉ બનાવેલ આયુષ્યમાન ભારત યોજના હેઠળ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કોરોના કાળમાં રોજ ખંભાતી તાળુ લાગેલુ જોઇ ગ્રામજનો રોષે ભરાયા છે,ઇપલોડા સહીત આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ઘરે ઘરે તાવ ઉધરસ તેમજ ખાંસીના દર્દીઓ જોવા મળી રહ્યાછે નાના મોટા ક્લિનીકો ના કંપાઉન્ડર તેમજ ડી.એચ.એમ.એસ ર્ડોક્ટરો હાલ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે.

પરંતુ ઇપલોડા ગામમાં બનાવેલ આયુષ્યમાન યોજના હેઠળનું હેલ્થ સેન્ટર ન ખુલતા લોકોને કોરોના મહામારી માં હાલાકી ભોગવવા નો વારો આવ્યો છે.આસપાસ ના વિસ્તારના લોકો લાચાર બની પોતાની જીંદગી જોખમ ન મુકાય એ સ્થાનિક ખાનગી ર્ડોક્ટરો પાસેથી સારવાર લઇ રહ્યાછે ગામમાં હેલ્થ સેન્ટર હોવા છતાં તંત્રની લાલીયા વાળી ને લઇને વિસ્તારના લોકોને આરોગ્ય લક્ષી સેવાનો લાભ નથી મળી રહ્યો ત્યારે વહીવટી તંત્ર દ્દારા ઇપલોડા ગામે તાત્કાલીક દવાખાનામાં સ્ટાપ મુકવા વિસ્તારના લોકોની માંગ ઉઠીછે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ 


 
Top