मनोरंजन

Blog single photo

કૃતિ સેનન એ "બચ્ચન પાંડે" માં પોતાના ભાગ નું શુટિંગ પૂરું કર્યું

22/02/2021

નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી, (હિ.સ.)      અક્ષય કુમારની આગામી ફિલ્મ 'બચ્ચન પાંડે' છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત અરશદ વારસી, કૃતિ સેનન અને જેકલીન ફર્નાન્ડીઝ પણ મુખ્ય ભૂમિકામાં છે. આજકાલ જેસલમેરમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનારી અભિનેત્રી કૃતિ સેનન, ફિલ્મમાં પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી ચૂકી છે. ખુદ કૃતિ એ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. કૃતિએ ઇંસ્ટાગ્રામ પર સેટથી પોતાની એક તસવીર શેર કરી હતી, જેમાં તે અક્ષય કુમાર સાથે જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતાં કૃતિએ લખ્યું છે - 'અને અક્ષય કુમાર સાથે મારા ભાગ નું શૂટીંગ પૂરું થઈ ગયું છે'. પોતાની પોસ્ટમાં અભિનેત્રીએ આગળ લખ્યું છે - 'સમય ફક્ત ચાલ્યો જાય છે અને અમે હસતાં, રમતાં, લંચ અને ડીનર કરતા કરતા એક ફિલ્મ પૂર્ણ પણ કરી લીધી છે. આ સમય દરમિયાન અમે બધા એક પરિવાર બની ગયા. સૂર્યગધ નો સુંદર રાજમહેલ ને વિદાઈ આપવાનું ખરેખર દિલ તોડી નાખે તેવું લાગ્યું. પણ આપણે જલ્દી થી સિનેમાઘરો માં ફરી મળીશું! '

આ ફિલ્મમાં બચ્ચન પાંડેમાં પંકજ ત્રિપાઠી અને પ્રતીક બબ્બર પણ છે. તે ગેંગસ્ટર ડ્રામા આધારિત કોમેડી એક્શન ફિલ્મ છે. જેમાં અક્ષય ગેંગસ્ટરની ભૂમિકામાં જોવા મળશે. અરશદ વારસી, અક્ષયના રાઈટ હેન્ડ ચમચા ની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે કૃતિ સેનન એક પત્રકારની ભૂમિકા નિભાવે છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં જેસલમેરમાં ચાલી રહ્યું છે, જે આ વર્ષના માર્ચ સુધી ચાલશે. ફરહાદ સામજી દિગ્દર્શિત આ ફિલ્મનું નિર્માણ, સાજિદ નડિયાદવાલા કરી રહ્યા છે. 'બચ્ચન પાંડે' આવતા વર્ષે 26 જાન્યુઆરી, 2022 ના રોજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રજૂ થશે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / કુસુમ /માધવી 


 
Top