खेल

Blog single photo

ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ પહેલા કોહલી ભારે પરસેવો પાડી રહયા...

20/02/2021

અમદાવાદ/નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી ( હિ.સ.) ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, 24 ફેબ્રુઆરીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે, ઇંગ્લેન્ડ સામે આગામી ડે-નાઈટ ટેસ્ટ માટે ભારે પરસેવો પાડી રહયા છે. 
કોહલીએ ત્રીજી ટેસ્ટ મેચ પહેલા, ટ્વિટર પર એક વર્કઆઉટ પોસ્ટ કરી હતી. જેમાં તેણે કેપ્શનમાં લખ્યુ હતુ કે, “સુસંગતતા એ ચાવી  છે."

આપને જણાવી દઈએ કે, બંને ટીમો ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં 1-1 થી બરાબર છે, અને હવે 24 ફેબ્રુઆરીથી મોટેરા સ્ટેડિયમ ખાતે રમાનારી, ગુલાબી બોલ ટેસ્ટ માટે બંને ટીમો એકબીજા સામે હશે. 

ભારત અને ઇંગ્લેન્ડની એમ બંને ટીમો મોટેરા સ્ટેડિયમ ખાતે, આગામી ડે-નાઇટ ટેસ્ટ માટે ગુરુવારે અમદાવાદ પહોંચી છે. શ્રેણીની ચોથી ટેસ્ટ  મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. કોહલીની આગેવાની હેઠળની ટીમ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) ના બીજા ક્રમે પહોંચી ગઈ છે. 

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / માધવી 


 
Top