मनोरंजन

Blog single photo

શ્રદ્ધા કપૂરે પુલ કિનારે માણી નાસ્તા ની મજા .....

07/04/2021

નવી દિલ્હી, 07 એપ્રિલ ( હિ.સ.)     હાલના દિવસોમાં માલદીવમાં વેકેશનની મઝા માણી રહેલ અભિનેત્રી શ્રદ્ધા કપૂર, સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે, અને તેના આ વેકેશનના સુંદર ફોટાઓ તેના ચાહકો સાથે, શેર કરતી હોય છે. શ્રદ્ધા આજકાલ માલદીવમાં ખૂબ જ એન્જોય કરી રહી છે. દરમિયાન, બુધવારે તેણે માલદીવ માંથી પોતાની નવીનતમ તસવીર પોતાના ચાહકો સાથે શેર કરી હતી. આ તસવીરમાં શ્રદ્ધા કપૂરે સ્કાય બ્લ્યુ ક્રોપ ટોપ અને સ્કીન કલરનો ટ્રાઉઝર પહેરેલો છે. કોઈ પણ મેકઅપ વગર તે ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં શ્રદ્ધા પૂલની બાજુમાં નાસ્તાની મજા માણતી જોવા મળી રહી છે. આ તસવીરને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં શ્રદ્ધાએ લખ્યું - 'સવારનો નાસ્તો ... ...!'

આ ચિત્રમાં તેનો અંદાજ  જોવા લાયક છે. શ્રદ્ધાની આ પોસ્ટને, ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. શ્રદ્ધા કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ, તો તે ટૂંક સમયમાં ફિલ્મ 'ચાલબાઝ ઇન લંડન'માં જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનો પ્રોમો પણ રજૂ કરવામાં આવ્યો હતો. જેને શ્રદ્ધાએ ઇન્સ્ટાગ્રામ પર પણ  શેર કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / માધવી 


 
Top