खेल

Blog single photo

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમે, રચિન રવિન્દ્ર અને જેકબ ડફી નવો ચહેરો ....

08/04/2021

ઓકલેન્ડ, નવી દિલ્હી,08 એપ્રિલ ( હિ.સ.) ન્યુઝીલેન્ડની 20 સભ્યોની ટેસ્ટ ટીમની, આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં વેલિંગ્ટન ફાયરબર્ડ્સના 21 વર્ષીય ઓલરાઉન્ડર, રચિન રવિન્દ્ર અને ઓટાગો વોલ્ટ્સના સ્વિંગ બોલર જેકબ ડફીનો સમાવેશ થયો છે. આ બંને સિવાય ડેવોન કોનવેને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જેણે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ સામે એકદિની અને ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ, પ્રભાવિત કરી છે, જે તેની ટેસ્ટ ડેબ્યૂ ની શરૂઆત કરશે. 
ન્યુઝીલેન્ડ ઇંગ્લેન્ડ પ્રવાસ પર, બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. ન્યુઝીલેન્ડનો ઇંગ્લેન્ડ પ્રવાસ 25 મે થી સમરસેટ સામેની પ્રેક્ટિસ મેચથી શરૂ થશે. આ પછી, ટીમ 02 જૂનથી લોર્ડ્સ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમશે. આ પછી, બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ, 10 જૂનથી એજબેસ્ટન ખાતે રમાશે. ત્યારબાદ કિવિ ટીમ 18 જૂને, સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલમાં, ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમશે. 

 ઇંગ્લેન્ડ પ્રવાસ માટે, ન્યુઝીલેન્ડની ટીમ નીચે મુજબ છે : -

કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ બ્લન્ડેલ, ટ્રેન્ટ બૌલ્ટ, ડગ બ્રેસવેલ, ડેવોન કોનવે, કોલિન ડી ગ્રેન્ડહોમ, જેકબ ડફી, મેટ હેનરી, કાઈલ જેમિસન, ટોમ લાથમ, ડેરિયસ મિશેલ, હેનરી નિકોલ્સ, એજાઝ પટેલ, રચીન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, રોસ ટેલર, નીલ વેગનર, બી.જે. વોટલિંગ (વિકેટકીપર) અને વિલ યંગ. 

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી 


 
Top