आर्थिक

Blog single photo

કોરોના ને કારણે ભારત માં દર અઠવાડિયે, 125 કરોડ ડોલર નુ નુકસાન થઇ રહ્યુ છે

14/04/2021

નવી દિલ્હી, 14 એપ્રિલ ( હિ.સ.) ભારતમાં કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના ડરથી દેશના વ્યવસાયને પ્રત્યક્ષ નુકસાન થવાનુ શરૂ થયુ ગયુ છે. કોરોના સંકટ પછીની સખ્તાઇ ને કારણે, દેશના અર્થતંત્રને દર અઠવાડિયે, 125 કરોડ ડોલર નુ નુકસાન વેઠવુ પડી શકે તેમ છે.

બ્રિટનની દલાલી પેઢી બાર્કજેલ એ, આ  સંકટને કારણે દેશના અર્થતંત્રને થયેલા નુકસાનનુ આ મૂલ્યાંકન કર્યું છે. બાર્કજેલ  ના આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે, કોરોનાના ઝડપી ફેલાવા ને કારણે, ઘણા રાજ્યોએ લોકોની આવન-જાવન અને હિલચાલને અને કારોબારી ગતિવિધિઓ કડક બનાવવાની ઘોષણા કરી છે. મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં, અર્ધ અથવા સપ્તાહના લોકડાઉન પગલાં અપનાવવામાં આવી રહ્યા છે. તેનાથી દેશની વ્યવસાયિક ગતિવિધિઓ ને ઘણુ નુકસાન થઈ શકે છે.

આ અહેવાલમાં કોરોના કટોકટી દરમિયાન, અપનાવવામાં આવતા પ્રતિબંધિત પગલાઓને કારણે, અર્થતંત્રમાં દર અઠવાડિયે, આશરે 125 કરોડ ડોલરની ખોટ તો થઈ રહી છે. સાથે દેશના પ્રથમ ત્રિમાસિક જીડીપી પર પણ 140 બેઝિસ પોઇન્ટ્સને અસર પડી શકે છે.

બાર્કજેલ ના આ  અહેવાલમાં જણાવાયુ છે કે, 'જો મે ના અંત સુધી કોરોના સંક્રમણ ચાલુ રહે છે, અને વિવિધ રાજ્ય સરકારો, પહેલાની જેમ પ્રતિબંધિત પગલાની જાહેરાત કરવાનુ ચાલુ રાખે છે, તો દેશની અર્થવ્યવસ્થા અને વ્યાપારી ગતિવિધિ ઓને, 1000 કરોડ ડોલર સુધીના નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા / હિતેશ


 
Top