विदेश

Blog single photo

હિન્દુ મહિલાએ પાકિસ્તાનમાં પ્રતિષ્ઠિત સીએસએસ પરીક્ષા પાસ કરી

08/05/2021

ઇસ્લામાબાદ/ નવી દિલ્હી, 08 મે ( હિ.સ.) હિન્દુ મહિલા સના રામચંદે, પાકિસ્તાનમાં સેન્ટ્રલ સુપિરિયર સર્વિસિસ ( સીએસએસ ) ની પરીક્ષા પાસ કરી છે. તેને પાકિસ્તાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (પાસ) માટે પસંદ કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ ના જણાવ્યા અનુસાર, સના સીએસએસ પછી પીએએસ માં પસંદ કરવામાં આવેલી પ્રથમ હિન્દુ મહિલા છે. સનાની મદદનીશ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સના હાલમાં સિંધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુરોલોજીથી એફસીપીએસ કરી રહી છે. ટૂંક સમયમાં તે એક ક્વાલીફાઈ સર્જન બનશે. સીએસએસ પરીક્ષામાં મહીન હસન નામક મહિલા એ ટોપ કર્યું છે.  મહિને ચંડકા મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે અને કરાચીની સિવિલ હોસ્પિટલમાં નોકરી કરી છે.

સના એમબીબીએસ  ડોક્ટર છે અને સિંધ પ્રાંતના શિકારપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે. આ પરીક્ષામાં કુલ 18,553 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 221 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. મનોવૈજ્ઞાનિક અને મૌખિક પરીક્ષણ પછી અંતિમ પસંદગી કરવામાં આવી હતી. આ પછી, પસંદ કરેલા વિદ્યાર્થીઓની મેરિટ લિસ્ટ બનાવવામાં આવે છે. જેમાં સનાનુ નામ પણ છે. અંતિમ સૂચિમાં 79 મહિલાઓની પસંદગી કરવામાં આવી છે.

પરિણામ આવ્યા પછી, સનાએ ટ્વિટ કર્યું હતુ કે, " વાહેગુરુ જી કા ખાલસા વાહેગુરુ કી ફતેહ. અલ્લાહની કૃપાથી તે સીએસએસની પરીક્ષામાં પાસ થઈ છે અને પીએએસમાં તેની પસંદગી થઇ છે. જેનો શ્રેય તેના માતાપિતાને જાય છે."

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / માધવી 


 
Top