ट्रेंडिंग

Blog single photo

ટીકા ઉત્સવ દરમિયાન કોરોનાને ટાળવા માટે, 1.28 કરોડની માત્રા પહોંચાડી

15/04/2021

- 11 થી 14 એપ્રિલ સુધી ટીકા ઉત્સવ ઉજવાયો ..

 નવી દિલ્હી, 15 એપ્રિલ ( હિ.સ.) દેશમાં કોરોનાને હરાવવા માટે ઉજવવામાં આવેલ રસી મહોત્સવ દરમિયાન, યોજાયેલા રસીકરણ કાર્યક્રમના ભાગ રૂપે, રસીના કુલ 1.28 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ચાલેલા આ ટીકા ઉત્સવમાં, બધા રાજ્યોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, અને દરરોજ સરેરાશ 35 લાખ રસીઓ લગાડવામાં  આવતી હતી. દરરોજના લગભગ 45,000 કેન્દ્રો પર,  આ રસીકરણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે અંતર્ગત લાભાર્થીઓને રસી આપવામાં આવી હતી. જે રસીકરણમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ મોખરે રહ્યા હતા.

આપને જણાવી દઈએ કે, કોરોના રોગચાળાને હરાવવા માટેની દિશામાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી, દેશભરમાં ટીકા ઉત્સવની ઉજવણી કરવાની વાત કરી હતી. આ સમયગાળા દરમિયાન, 45 વર્ષથી ઉપરના લોકો ને રસી લગાડવા આગળ આવવાનુ આહવાન કર્યું હતુ. 

 હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / માધવી 


 
Top