विदेश

Blog single photo

ચીન માં વેપાર કરતા ભારતીય વ્યાપારીઓ, માત્ર ચીની રસી લેવા કાઠમંડુ જાય છે ....

15/04/2021

કાઠમંડુ / નવી દિલ્હી, 15 એપ્રિલ (હિ.સ.) એવો એક આહેવાલ સામે આવ્યો છે કે, ચીનમાં વેપાર કરતા ભારતીય વેપારીઓને કાઠમંડુની હોસ્પિટલમાં કોરોના રસી આપવામાં આવી છે. બુધવારે, ચીનમાં વેપાર કરનારા 30 ભારતીયોને નેપાળમાં ચીની રસી આપવામાં આવી હતી.

હોસ્પિટલના અધિકારીઓ કહે છે કે, આ અઠવાડિયે મોટી સંખ્યામાં ભારતીયો ને કાઠમાંડુની હોસ્પિટલો માં રસી આપાઈ છે અને તેમની સંખ્યા ઝડપથી વધી રહી છે. નેપાળના અધિકારીઓએ કહ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે ભારતીય ઉદ્યોગપતિઓ રસી લેવા કાઠમંડુ આવે છે અને પછી પાછા જાય છે. તેમણે કહ્યું કે, કેટલાક ઉદ્યોગપતિઓ તેમના ઓળખ કાર્ડ બતાવે છે, જેમાં તેમનું નામ ચિની ભાષામાં લખાયેલું છે, પરંતુ તેઓ હિન્દીમાં બોલે છે. પાછળથી જાણવા મળ્યું કે, આ લોકો ભારત થી અહી માત્ર રસી લેવા જ આવે છે.

એક હોસ્પિટલના અધિકારીએ જણાવ્યુ હતુ કે, બુધવારે ચીનમાં વેપાર કરતા 30 ભારતીયોને નેપાળમાં ચીની રસી આપવામાં આવી હતી. બીજિંગમાં કોરોના રસી ફરજિયાત બનાવવામાં આવી છે. ભારતીય ઉદ્યોગપતિઓ ઓળખ કાર્ડ બતાવી રહ્યા છે, જેમાં તેમની ઓળખ, ચીનમાં વેપાર કરતા વ્યાપારી ની બતાવવામાં આવી છે.

નોંધનીય છે કે, 16 માર્ચે કાઠમંડુમાં ચીની દૂતાવાસને કહેવામાં આવ્યુ હતુ કે, બીજિંગ આવતા લોકોને કોરોના રસીકરણનું પ્રમાણપત્ર બતાવવું પડશે. નેપાળમાં તાજેતરમાં ચાઇનીઝ રસી, વેરો સેલ ના આઠ લાખ ડોઝ આપવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / હિતેશ 


 
Top