ट्रेंडिंग

Blog single photo

મહારાષ્ટ્રમાં પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ, એફઆઈઆર નોંધાઈ

24/04/2021

મુંબઇ, નવી દિલ્હી, 24 એપ્રિલ ( હિ.સ.) સીબીઆઈએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ કથિત વસૂલી કેસમાં, અનિલ દેશમુખ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ જ તપાસ એજન્સીએ, તેમના ઘણા સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે, આક્ષેપો કર્યા બાદ અનિલ દેશમુખ એ પોતાની ખુરશી ગુમાવી દીધા છે, અને હાઈકોર્ટના આદેશ પર સીબીઆઇએ તેમની વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. ભૂતકાળમાં અનિલ દેશમુખની પૂછપરછ કરતા, પહેલા કેન્દ્રીય એજન્સીએ દેશમુખના બે અંગત મદદનીશોની પૂછપરછ કરી હતી. આ સિવાય એજન્સીએ એનઆઈએની ધરપકડ હેઠળ, મુંબઈ પોલીસના સસ્પેન્ડ સચિન વાઝેના બે ડ્રાઇવરોની પણ પૂછપરછ કરી હતી.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરના સંબંધમાં એપીઆઈ સચિન વાઝેની, ધરપકડ બાદ પદ પરથી હટાવેલા પરમબીર સિંહે, મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં આરોપ મૂક્યો હતો કે, અનિલ દેશમુખને દર મહિને 100 કરોડની વસૂલાત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તાજેતરમાં વાઝે એ એનઆઈએ કોર્ટને લખેલા પત્રમાં પણ, આ આરોપો લગાવ્યા છે. 

ગૃહ પ્રધાન અનિલ દેશમુખે, મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની વસૂલીના આરોપો અંગે, એડવોકેટ જયશ્રી પાટિલ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર હાઇકોર્ટે આક્ષેપોની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. આ પછી ગૃહમંત્રીએ તેમના પદ પરથી રાજીનામુ આપ્યુ હતુ. રાજીનામામાં દેશમુખે કહ્યુ હતુ કે, 'હાઈકોર્ટના આદેશ બાદ, મને પદ પર ચાલુ રહેવાનો નૈતિક અધિકાર નથી. તેથી મેં પદ છોડવાનુ નક્કી કર્યું છે. કૃપા કરીને મને મારી પોસ્ટથી રાહત આપો.' રાજીનામુ આપ્યા બાદ તેમની પૂછપરછ, સીબીઆઈ દ્વારા કેટલાક કલાકો સુધી કરવામાં આવી હતી. 

હિન્દુસ્થાન સમાચાર /  મનીષ કુલકર્ણી / માધવી 


 
Top