मनोरंजन

Blog single photo

"જે રાજ્ય માં કોરોના ખત્મ કરવો હોય ત્યાં ચૂંટણી લડાવો, અજમાવેલો નુસખો છે" : અભિનેતા સાકીબ સલીમ નો વિડીયો વાયરલ

13/04/2021

નવી દિલ્હી, 13 એપ્રિલ, (હિ.સ.)    2011 માં આવેલી ફિલ્મ "મુઝસે ફ્રેન્ડશીપ કરોગી" થી ફિલ્મની શરૂઆત કરનાર અભિનેતા સાકીબ સલીમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેતા કોરોના રોગચાળા સામેની લડત કેવી રીતે જીતી શકાય છે તે બતાવતા નજરે પડે છે. ખરેખર અભિનેતા સાકિબ સલીમે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કોરોના પર મસ્તી કરતા, સરકાર પર નિશાન સાધતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો શેર કરતાં સાકીબે લખ્યું - 'મળી ગઈ, સૌથી શ્રેષ્ઠ વેક્સીન !' આ સાથે અભિનેતાએ કોવિડ -19 હેશટેગ "ઇન્ડિયન ઇલેશન" નામનો હેશટેગને પણ શેર કર્યો છે.

આ વિડિઓમાં, સાકિબ કહે છે - "હું જાણતો નથી કે લોકો શું કરી રહ્યા છે, લોકોને કોવિડ સમાપ્ત કરવું છે, ખરું?" કોવેક્સીન લઇ લો, કોવિશિલ્ડ લઇ લો ..ફાઇઝર શ્રેષ્ઠ છે. અરે ભાઈ, હું તમને કહું છું કે જે રાજ્યમાં પણ કોવિડ ખત્મ કરવું હોય… ત્યાં ચૂંટણી લડાવો. અજમાવેલો નુસખો છે ! સોશિયલ મીડિયા પર સાકિબની આ પોસ્ટને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેમના સમર્થનમાં ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાકીબે ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. તે ટૂંક સમયમાં રણવીર સિંહ અભિનીત ફિલ્મ '83 'માં જોવા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / કુસુમ /હિતેશ 


 
Top